માથાનો દુઃખાવો એટલે કે માઈગ્રેનથી આજે લગભગ દરેક વ્યક્તિ પીડિત છે. તનાવયુક્ત જીવન, સ્પર્ધાત્મક વાતાવરણ અને આહારવિહારની અનિયમિતતાને કારણે માથાનો દુઃખાવો સામાન્ય રોગ થઈ પડ્યો છે. માથાના દુઃખાવા માટે એલોપથીની ગોળીઓ ખાઈ કે પેઇનકિલર્સ લઈ લોકો કંટાળી જાય ત્યારે એક્યુપ્રેશર અજમાવવા જેવો વિકલ્પ છે. કારણ કે એમાં કોઈ આડ અસર થતી નથી.
માથાના દુઃખાવામાં તાત્કાલિક રાહત માટે એક્યુપ્રેશર કારગર નીવડે છે. એક્યુપ્રેશર કરવા માટે વિવિધ પોઈંટ નીચે મુજબ છે.
- ત્રીજું નેત્ર એટલે કે બે ભ્રમર વચ્ચેની જગ્યા (જ્યાં નાક અને કપાળ એકબીજાને મળે છે) ને થર્ડ આઈ પોઇન્ટ કહેવાય છે. આ ભાગમાં આંગળી વળે હળવું દબાણ આપતા સર્ક્યુલેશન મોશન (ગોળ) આંગળી ફેરવવાથી રાહત મળે છે
- ડ્રિલિંગ બામ્બુ ને બ્રાઇટ લાઈટ પોઇન્ટ્સ આંખના અંદરના ભાગમાં ખૂણામાં રહેલ હાડકામાં આવેલા છે. બંને હાથની આંગળી વળે ડ્રિલિંગ બામ્બુ પોઇન્ટને હળવું દબાણ આપવાથી રાહત મળે છે.
- LI 20 નામે ઓળખાતો પોઈન્ટ નાકના નીચેના ભાગની સીધમાં ગાલના હાડકાનો ભાગ છે. આ ભાગ પર થોડું જોર લગાવતા આંગળીઓ સર્ક્યુલેશન મોશનમાં (ગોળ) ફેરવવાથી રાહત મળે છે.
- માથાના પાછળના ભાગમાં કાનની સિધમાં ખાલી ભાગમાં હોય છે જેને અંગુઠા વડે થોડા ભાર દબાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.
- બંને કાનના ઉપરના ભાગમાં ટેમ્પલ ગ્રુપ નામે ઓળખાતા પોઇન્ટનો સમુહ આવેલો છે. આ જગ્યાએ આંગળીઓ વડે થોડા ભાર સાથે સર્ક્યુલેશન મોશનમાં (ગોળ) મસાજ કરવાથી રાહત મળે છે. અને છેલ્લે,
- બંને હથેળીમાં આંગળી અને અંગુઠાની વચ્ચેના ભાગમાં આવેલ યુનિયન પોઈંટ પર આંગળી અને અંગુઠાની મદદથી થોડા ભાર સાથે દબાણ આપવાથી માથાના દુઃખાવામાં તુરંત રાહત મળશે.