એક્યુપ્રેશર એટલે કોઈ ચોક્કસ જગ્યાએ દબાણ આપવું અને મસાજ કરવો. આપણા શરીરમાં ઉર્જાનો સ્ત્રોત ચેતાતંત્રની નાડીઓ વાટે તથા લોહીનું વહન કરતી ધમની અને શિરા મારફત વહેતો હોય છે. જ્યારે એમાં અવરોધ ઊભો થાય છે ત્યારે એનો જેની સાથે સંબંધ હોય એવા અવયવોમાં દુઃખાવો થાય છે. જેમ આપણા ઘરની અંદરનું વાયરીંગ છેવટે મુખ્ય સ્વીચબોર્ડ સુધી લંબાતુ હોય છે તેવી જ રીતે આ નાડીઓના છેડા હાથની હથેળી અને પગની પાની સુધી લંબાતા હોય છે. એટલે જેમ આપણે સ્વીચ ઓન-ઓફ કરીને લાઈટને ચાલુ બંધ કરીએ તેવી જ રીતે હાથ અને પગમાં આવેલ ચોક્કસ પોઈંટ પર દબાણ આપી મસાજ કરવાથી જે-તે સંલગ્ન અંગોમાં થતા દુઃખાવામાંથી છુટકારો મળે છે.
શરીરમાં આવેલ દરેક અવયવ માટે હથેળી અને પગની પાનીમાં ચોક્કસ પોંઈટ આવેલા છે. એની માહિતી આ સાથેના ચાર્ટમાંથી મળી રહેશે. જે તે અંગના દુઃખાવા માટે એને સંલગ્ન પોઈંટ પર ત્રીસ સેકંડથી વધુમાં વધુ બે મિનિટ સુધી દબાણ આપવાથી દુઃખાવામાં તાત્કાલિક રાહત થાય છે.
એક્યુપ્રેશર ક્યા દર્દ માટે અસરકારક છે
એક્યુપ્રેશરથી નીચેના દર્દોમાં તાત્કાલિક અને અસરકારક રીતે રાહત થાય છે
- ખભાનો દુઃખાવો
- કમરનો દુઃખાવો
- સાંધાનો દુઃખાવો
- ધૂંટણની તકલીફ
- સાયટીકા
- સંધિવા
- માઈગ્રેન
- સાઈનસ
- પેરાલિસીસ
- ખાલી ચઢવી
મર્યાદાઓ
નીચેના કિસ્સાઓમાં એક્યુપ્રેશર કરવું હિતાવહ નથી
- શરીર પર સોજા આવેલા હોય
- કપાવાથી કે વાગવાથી ઘા થયો હોય
- ચામડી છોલાઈ ગઈ હોય,
- તાવ કે અન્ય ચેપી રોગ થયા હોય,
- સર્જરી કરવી પડે તેવી બિમારી હોય